ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિયેના વૂડ્ઝ
વિયેના વૂડ્ઝ
ઇલા આરબ મહેતા
વિયેના વૂડ્ઝ (ઇલા આરબ મહેતા; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) આંજી નાખતી ભૌતિક સમૃદ્ધિની વચ્ચે સંબંધની ઉષ્મા વગર એકાકી જીવતા ને મરતા એક યુરોપિયનની છબી ભારતીય સંસ્કારવાળી બે વ્યક્તિઓના અનુભવમાંથી ઉઠાવવાનો પ્રયત્ન થોડો મુખર હોવા છતાં એકંદરે સફળ થયો છે.
ચં.