ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીંછીનું મોં

વીંછીનું મોં

ઈશ્વર પેટલીકર

વીંછીનું મોં (ઈશ્વર પેટલીકર: ‘ચિનગારી’, ૧૯૫૦) પત્ની સુશીલાની સાથે કઠોર વ્યવહાર કરતાં હરિભાઈ, એક દિવસ બોલાચાલીને અંતે સુશીલા અગાશીએ સૂવા જતી રહી છે ત્યારે એ આપઘાત કરવા જતી રહી છે - એવું માની ખૂબ ઢીલા થઈ એની શોધમાં નીકળે છે. અહીં હરિભાઈના વર્તનના ડંખને વીંછીના ડંખ સાથે સરખાવ્યો છે છતાં અંદરના હરિભાઈ બહુ જુદી રીતે ઊપસ્યા છે.
ચં.