ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદુબા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સદુબા

ઝવેરચંદ મેઘાણી

સદુબા (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ૧૯૭૨) ચાડિયાની ચડવણીથી મરાઠી સૂબો રાઘુ ભાટિયાણી સદુબા પર બદચાલનો આરોપ મૂકી ભદ્રમાં હાજર કરવા જમાદાર મોકલે છે. નિર્દોષ સદુબા પોતાની દીકરી સાથે બલિદાન દે છે. બસો ભાટ પણ પોતાની કુમળી દીકરીઓનાં માથાં વધેરવા ભદ્રના કિલ્લે પહોંચે છે. નગરશેઠ વચ્ચે પડી, ચાડિયાને પકડી ભાટોને સોંપે છે. સદુબાની પવિત્રતા અને શહીદી શહેરનું ચાડિયારૂપી દૂષણ કેમ દૂર કરે છે તેનું પ્રસ્તારી આલેખન કરતી વાર્તા સચોટ પ્રસંગાલેખનથી ધ્યાન ખેંચે છે.
ર.