ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સુભદ્રા
સુભદ્રા
રવીન્દ્ર પારેખ
સુભદ્રા (રવીન્દ્ર પારેખ; ‘ગુજરાતી નવલિકાચયન’ : ૧૯૯૪-૧૯૯૫’, સં. વીનેશ અંતાણી, ૧૯૯૮) વડાપ્રધાનની હત્યાના કાવતરામાં પતિ સાથે હોવાના આરોપસર સુભદ્રાને ફાંસીની સજા થઈ છે પણ એ ગર્ભવતી છે તેથી ફાંસી મુલતવી રહી છે. બાળક જન્મે જ નહીં તો ફાંસી થાય જ નહીં–એવી મન:સ્થિતિ ધરાવતી માતા ગર્ભસ્થ બાળકની ઓશિયાળી બને છે. એક સ્ત્રીના પેટમાં જ એક જીવન અને એક મૃત્યુ સાથે ઊછરી રહ્યાં છે. એ પરિસ્થિતિનું નિરૂપણ નાટ્યાત્મક અને વિશિષ્ટ બની રહે છે.
ઈ.