ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સુવ્વરની ઓલાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુવ્વરની ઓલાદ

ભગવતીકુમાર શર્મા

સુવ્વરની ઓલાદ (ભગવતીકુમાર શર્મા; ‘વ્યર્થ કક્કો : છળ બારાખડી’, ૧૯૭૯) કુન્તા જુવાન કુણાલને પરણવા ઇચ્છતી હતી છતાં એને આધેડ ચરણ સાથે પરણાવી દેવામાં આવે છે. ચરણના મૃત્યુની ઝંખના કરતી કુન્તા જ્યારે ચરણને કેન્સર થયું છે એમ જાણે છે ત્યારે રડી પડે છે. પ્રાકૃત સમાજમાંથી ઉઠાવેલા કુન્તીના અસંસ્કૃત પાત્રભીતર સંબંધનો પ્રચ્છન્ન પ્રવાહ બતાવવાની વાર્તાની નેમ છે.
ચં.