ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્નેહધન
સ્નેહધન
કુન્દનિકા કાપડિયા
સ્નેહધન (કુન્દનિકા કાપડિયા; ‘વધુ ને વધુ સુંદર’, ૧૯૬૭) ભાઈનાં, મા વિનાનાં દીકરા-દીકરીને સાચવવા આવેલી ફોઈ, જતીનનાં તોફાનોથી પહેલાં તો ડરી જાય છે પણ જતીનને તાજાં જન્મેલાં ગલૂડિયાંને વ્હાલ કરતો જોઈ ફોઈ ગલૂડિયાને માટે શીરો બનાવવાનો પ્રસ્તાવ મૂકી જતીનને જીતી લે છે. બાળમનના આઘાત-પ્રત્યાઘાતોનું પ્રતીતિકારક નિરૂપણ અહીં આસ્વાદ્ય નીવડે છે.
ર.