ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સ્વરૂપાન્તર
સ્વરૂપાન્તર
કાન્તિ પટેલ
સ્વરૂપાન્તર (કાન્તિ પટેલ; ‘સુરેશ જોશીથી સત્યજિત શર્મા’, સં. સુમન શાહ, ૧૯૭૫) હૉટેલ બંધ કરી વેઈટર-મેનેજર બહાર નીકળી જતાં અંધકારનો પ્રવાહ શેરીએ શેરીએ ફરી વિરાટ થઈ જાય છે, પછી એની ગતિ અટકે છે. ફરી પાછો અંધકાર બધે ફરી વળે છે. અંધકાર અહીં મુખ્ય પાત્ર છે. અંધકારનાં વિવિધ રૂપાન્તરો એ જ ઘટના છે. કપોલકલ્પિતનો ઇન્દ્રિય સંવેધ ઉપયોગ પ્રયોગલક્ષી છે.
ચં.