ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હોનારત

હોનારત

હરીશ નાગ્રેચા

હોનારત (હરીશ નાગ્રેચા: ‘૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ’ સં. રમેશ ર. દવે, ૨૦૦૦) નમાયો ભનુ કચ્છથી મુંબઈ આવ્યો છે અને તલખશીની કરિયાણાની દુકાનમાં બેચાર છોકરા સાથે નોકરી કરે છે. દુકાનમાં ધરમો એની સાથે કુકર્મ કરે છે અને શેઠને ઘરે કામ કરવા જતાં, ધરમા સાથે હળી ગયેલી શેઠાણી ભનુને સાથળે ગરમ ચીપિયાનો ડામ દે છે. ગાંડી મા જશીનું ઘાઘરો ઘુમાવતા નાચવું - હજુ ભનુના મનમાં ઘુમરાયા કરે છે. ઉપર આભ નીચે ધરતી - એ સ્થિતિમાં દુકાનમાંથી ભાગી છૂટેલો ભનુ પાગલ થઈ જઈ હંસા નામની છોકરીને, ઘાઘરો ઉછાળતી પોતાની પાગલ મા જશી સમજીને એને નાચતી અટકાવવા પથ્થર મારી કપાળ ફોડી નાખે છે. વાર્તાકારે કોલાજ શૈલીએ ભનુના જુદા જુદા સમયને સાંકળ્યા છે. ભાષામાંનાં કચ્છી વાક્યો અગવડ ઊભી કરે છે પણ સંદર્ભ સહાયથી એનો અર્થ સમજાય છે.
ઈ.