ગુજરાતી નારીસંપદા : કવિતા/બીજું તો શું હોઈ શકે?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બીજું તો શું હોઈ શકે?

કુસુમ પટેલ

જાહોજલાલી એટલે બીજું તો શું હોઈ શકે?
આ હાથમાં તું હાથ દે બીજું તો શું હોઈ શકે?

છો પારખુ દિલના પછી શાને કરો અવહેલના?
જે દિલ કહે કરવું પડે બીજું તો શું હોઈ શકે?

એ પ્રશ્ન ત્યાં નો ત્યાં જ છે ઉત્તર અલગ આપી શકો,
ના મૌન, ના શબ્દો વડે, બીજું તો શું હોઈ શકે?

ને માંગવી શા કારણે યાદો ઉછીની બોલ તું?
એ પણ હવે સ્વપ્ને ખૂટે! બીજું તો શું હોઈ શકે?

પાછી ફરી ના એ નજર જે કાયમે મુજ પર હતી,
નફરત સનમની એ હદે બીજું તો શું હોઈ શકે?

તું આવજો બોલી પછી બોલી કશું ના,
એ પ્રેમ છે બસ પ્રેમ છે બીજું તો શું હોઈ શકે?

***