ગુજરાતી નારીસંપદા : કવિતા/યાદ
Jump to navigation
Jump to search
યાદ
પારૂલ નાયક
⯐
હું તને ભૂલી શકું અહીં એવું ક્યાં વાતાવરણ છે!
કે તારે ને મારે નગર સરખી હવાનું આવરણ છે!
તું ભલે સુખથી સૂવે પણ મારી તો પ્રત્યેક ક્ષણમાં જાગરણ છે!
આંખને આકાશની વચ્ચે પુરાણી પ્રીતનું પર્યાવરણ છે!
હું ચાંદની છું ને મને લાગેલ તું ખગ્રાસ ગ્રહણ છે!
પણ ગ્રહણ પછી ય ફરી ચાંદનીનું અવતરણ છે!
હું જાણું છું સુખના સફરનો હર પ્રહર એક વિસ્મરણ છે!
પણ રંજ છે કે મારી ભ્રમણાને સતત તારું સ્મરણ છે!
ફગાવી દો જો લાગણીઓનો ભારો તો જીવન એક આરોહણ છે!
નહીં તો સમયના કાફલામાં હાંફતું કોઈ હરણ છે!
***