ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમર-અમર મુનિ
Jump to navigation
Jump to search
અમર/અમર(મુનિ) : અમરને નામે ૬ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (મુ.) અને અમર-મુનિને નામે ૫ કડીની ‘દેવકુમાર-સઝાય’ (લે. ઈ.૧૮૧૩) એ જૈન કૃતિઓ મળે છે, પણ આ અમર/અમર-મુનિ કયા છે તે નક્કી થઈ શક્તું નથી.
અમરને નામે કેટલાંક પદ નોંધાયેલાં છે તે કોઈ જૈનેતર કવિ જણાય છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કા.શા.]