ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃતકલશ [ઈ.૧૫૧૯માં હયાત] : ઓસગચ્છના જૈન સાધુ. મતિકલશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરોને બચાવવા માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વસ્વસમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ’ ← (ર. ઈ.૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : (અમૃતકલશકૃત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૩ (+સં.) [વ.દ.]