ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય વાચક)-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમૃતવિજય(વાચક)-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [વ.દ.]