ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉત્તમ-૧ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. હમીરવિજયશિષ્ય. અનુક્રમે ૭ અને ૮ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ અને ‘શંખેશ્વરમંદિરવર્ણનગર્ભિત-સ્તવન’ એ ૨ મુદ્રિત કૃતિઓના કર્તા. આ બંને કૃતિઓ ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, વૈશાખ સુદ ૭, બુધવારે શંખેશ્વરમાં થયેલા મૂર્તિસ્થાપનાના ઉત્સવને વિષય કરે છે. આથી કવિ એ સમયમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : શંસ્તવનાવલી. [ર.સો.]