ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસમુદ્ર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયસમુદ્ર - ૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં કમલહર્ષ(ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૨૯ ઢાળના ‘કુલધ્વજકુમાર-રાસ/કુલધ્વજકેવલી-ચરિત્ર/રસલહરી’ (લે. ઈ.૧૬૭૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨,૩(૨). [હ.યા.]