ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદય-ઉદય ઉપાધ્યાય-ઉદય મુનિ-ઉદય વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદય/ઉદય(ઉપાધ્યાય)/ઉદય (મુનિ)/ઉદય(વાચક) : આ નામોથી ‘પ્રેમપ્રબંધદુહા (રંગવેલીપ્રીત)’ તથા કેટલાંક સ્તવનો, સ્તુતિઓ, છંદો, સઝાયો (કેટલાંક મુ.) મળે છે, તેમ જ કેટલીક નાની કૃતિઓ એવી પણ મળે છે જેમાં ‘ઉદય’ શબ્દ આવે છે ને તે કર્તાનામનો સૂચક હોવા સંભવ છે. આ કૃતિઓમાંથી કેટલીકને, તેમના રચનાસમયને લક્ષમાં લેતાં ઉદયરત્ન - ૨ની માનવામાં બાધ નથી. ઉપરાંત ‘ઉદય-ઉપાધ્યાય’ અને ‘ઉદય-વાચક’ને નામે સમયનિર્દેશ વિનાની જે કૃતિઓ મળે છે તે પણ ઉદયરત્ન-૨ની હોવાની શક્યતા છે. પરંતુ બીજા કોઈ આધારને અભાવે આવી કૃતિઓ વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. ઉદયને નામે મળતી કૃતિઓમાંથી પણ ‘આત્મહિતશિક્ષાની સઝાય’, ‘અભવ્યને ઉપદેશ ન લાગવા વિશેની સઝાય’ તથા ‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’ જેવી કેટલીક કૃતિઓને કેટલાક સંદર્ભોમાં ઉદયરત્ન - ૨ની કૃતિઓ ગણવામાં આવી છે, તેમ જ કોઈક કૃતિને ઉદયવિજય - ૨ને નામે પણ ચડાવવામાં આવી છે. ‘ઉદય’ની નામછપાવાળાં કેટાલંક હિંદી પદો મળે છે, જે કદાચ ‘પાંચ પરમેશ્વરનું સ્તવન/છંદ’(મુ.) ઝૂલણાની નારસિંહી છટાને કારણે ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈસસંગ્રહ(ન.); ૪. શંસ્તવનાવલી;  ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૭-‘ભગવાન પાર્શ્વનાથના ઉપસર્ગનું વર્ણન’, સં. જ્ઞાનવિજયજી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [હ.યા.]