ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્ધવ-ઓધવ


ઉદ્ધવ/ઓધવ : ઉદ્ધવને નામે પદો - જે હિંદી હોવાની પણ શક્યતા છે - તથા ઓધવને નામે કૃષ્ણગોપીલીલાવિષયક ‘ગોપીવિરહ’ નોંધાયેલ મળે છે. આ ઉદ્ધવ કે ઓધવ કોણ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. ઓધવ નામના સં. ૧૮મી સદીના પુષ્ટિમાર્ગીય કવિ નોંધાયા છે. તે ઉપર્યુક્ત ઉદ્ધવ/ઓધવથી જુદા છે કે કેમ તે પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ફૉહનામાવલિ. [ર.સો.]