ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદ્યોતવિમલ-‘મણિઉદ્યોત’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદ્યોતવિમલ/‘મણિઉદ્યોત’ [ઈ.૧૮૩૧માં હયાત] : ‘મણિઉદ્યોત’ની નામછાપથી રચના કરતા પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય. મહાવીરસ્વામી, જંબૂસ્વામી વગેરે વિશેની ૫થી ૮ કડીની ગહૂંલીઓ, ૧૦ કડીનું ‘પાર્શ્વનાથનું સ્તવન’, ૮ કડીનું ‘શત્રુંજય/સિદ્ધાચળજીનું સ્તવન’ તથા ૧૦ કડીનું ‘સુમતિનાથ-સ્તવન’ એ મુદ્રિત કૃતિઓ તથા ૨ ઢાળ અને ૧૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર. ઈ.૧૮૩૧)ના કર્તા. કૃતિ : ૧ ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ સંઘવી, ઈ.૧૯૧૬; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. જિસ્તસંગ્રહ; ૪. પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]