ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભવિજય-૧
Jump to navigation
Jump to search
ઋષભવિજય - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદની પરંપરામાં રામવિજયના શિષ્ય. ૩ ઢાળની ‘ખંધકમુનિ-સઝાય’ (ર.ઈ.૧૮૨૧/સં. ૧૮૭૭, પોષ - ૬; મુ.), ૪ ઉલ્લાસ અને ૫૬ ઢાળની ‘વચ્છરાજ-રાસ’ ← (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, શ્રાવણ સુદ ૬, ગુરુવાર; મુ.), ૧૭/૧૮ ઢાળની ‘નેમિનાથ પાણિપીડાધિકાર-સ્તવન/નેમિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૩૦/સં. ૧૮૮૬, અસાડ સુદ ૧૫), ‘મહાવીરસત્તાવીસભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૦) તથા ૭ ઢાળની ‘રામસીતાનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૭/સં. ૧૯૦૩, માગશર વદ ૨, બુધવાર)ના કર્તા. કૃતિ : ૧. વચ્છરાજનો રાસ; - ; ૨. આકામહોદધિ: ૫; ૩. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]