ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમહર્ષ-ખેમહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્ષેમહર્ષ/ખેમહર્ષ [ઈ.૧૬૫૩માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્રશાખાના જૈન સાધુ. વિશાલકીર્તિગણિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૧૩ ઢાળની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલી ‘ચંદનમલયાગીરીચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૫૩; મુ.) તથા ગચ્છનાયક જિનરત્નસૂરિની પ્રશસ્તિ કરતાં ૨ ગીતો(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચંદનમલયાગીરી રાસ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ.૧૮૯૯;  ૨. ઐજૈકાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]