ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનકકીર્તિ : આ નામે ૧૩ કડીની ‘ઝૂંબખડું’, ૩ કડીની ‘વીર-સ્તવન’, ૧૩ કડીની ‘નેમિ-ફાગુ’ તથા હિંદીમાં ૫ કડીની ‘ભરતચક્રવર્તીની સઝાય’ (મુ.)ને ૧૨ કડીની ‘જિન-વિનતી’ એ કૃતિઓ નોંધાયેલી જોવા મળે છે. એ કયા કનકકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. વાચક કનકકીર્તિને નામે ધર્મનાં વિભિન્ન તત્ત્વોનું રૂપકશૈલીએ વર્ણન કરતી ૧૩ કડીની ‘ધર્મધમાલ-ફાગ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) નામે કૃતિ મળે છે તે કનકકીર્તિ-૧ની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૩ - ‘બે ફાગ’, રમણલાલા ચી. શાહ;  ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [વ.દ.]