ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કનક-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી સદી આરંભ] : ખતરગચ્છના જૈન સાધુ. ક્ષેમરાજ-ઉપાધ્યાયના શિષ્ય. ક્ષેમરાજ-ઉપાધ્યાય (દીક્ષા ઈ.૧૪૫૦, ઈ.૧૫૧૩ સુધી હયાત) વિશેના તેમની હયાતીમાં રચાયેલા ૪ કડીના ગીત (મુ.)ના કર્તા. તેમનું પૂરું નામ ‘કનકતિલક’ હોવાની સંભાવના કરવામાં આવી છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [વ.દ.]