ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય
Jump to navigation
Jump to search
કમલવિજય : આ નામે ‘વિહરમાનજિન-ગીતો’ (લે.ઈ.૧૬૫૬), ૬ કડીનું ‘પંચતીર્થનું ચૈત્યવંદન’ (મુ.), ૧૩૬ કડીનું ‘પાર્શ્વજિનેન્દ્રયૌવનવિલાસાદિવર્ણન-સ્તવન’ (લે. ઈ.૧૮મી સદી અનુ.), ૨૨ કડીની ‘હિતોપદેશ-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘જકડીસંગ્રહ’ (લે. સં. ૧૭મી સદી અનુ.) અને ૧૭ કડીની ‘નેમિજિન-ભાસ’ એ કૃતિઓ મળે છે. આ કમલવિજય કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]