ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલવિજય-૩


કમલવિજય-૩ [ઈ.૧૭૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજયના શિષ્ય. ચોપાઈબદ્ધ ૨૨ ઢાલના ‘ચંદ્રલેખા-રાસ’ (ર.ઈ.૧૭૪૬/સં.૧૮૦૨, કારતક સુદ ૫)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).
[ચ.શે.; કી.જો.]