ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કર્મસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કર્મસાગર [ઈ.૧૬૨૨ સુધીમાં) : જૈન સાધુ. ૨૨ કડીની ‘અભયકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૨૨) અને ૧૭ કડીની ‘ગુણસ્વરૂપ-સઝાય’ના કર્તા. ‘ગુણસ્વરૂપ-સઝાય’માં હસ્તપ્રતમાં “ક્રમસાગરસાધુ ઈમ ભણૈં.” એમ પાઠ મળે છે, તે ઉપરાંત “કર્મસાગરશિષ્ય એમ ભણે રે” એવા પાઠવાળી ૧૭ કડીની ‘ગુણસ્થાનકની સઝાય’ મુદ્રિત પણ મળે છે. તેથી આ કૃતિના કર્તા કર્મસાગરશિષ્ય હોવાનું પણ સંભવિત છે. કૃતિ : જિસ્તકાસંદોહ:૧. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ક.શે.]