ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિમલ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણવિમલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છની વિમલશાખાના જૈન સાધુ. મણિવિમલના શિષ્ય અને ઉદ્યોતવિમલ(ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના ગુરુબંધુ. ૪ કડીની ‘સિદ્ધાચલતીર્થ-સ્તુતિ’-(મુ.)ના કર્તા. કૃતિ: પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ: મુપુગૂહસૂચી. [હ.યા.]