ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિવિમલ
Jump to navigation
Jump to search
કાંતિવિમલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. શાંતિવિમલની પરંપરામાં કેસરવિમલના શિષ્ય. ૪૧ ઢાળ અને ૮૩૦/૮૯૦ કડીઓના ‘વિક્રમચરિત્રકનકાવતી-રાસ’ (૨.ઈ.૧૭૦૮ કે ૧૭૧૧/સં. ૧૭૬૪ કે ૧૭૬૭, માગશર સુદ ૧૦, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]