ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિમેરુ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કીર્તિમેરુ(વાચક) [ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સાધુ. કવિનાં કેટલાંક કાવ્યોને સમાવતી કવિએ લખેલી ઈ.૧૪૪૧ની હસ્તપ્રત મળે છે. એમણે જિનવરો તથા જૈન તીર્થોની યાદી આપતી ૨૮ કડીની ‘ત્રિભુવન-ચૈત્યપ્રવાડી/શાશ્વતતીર્થમાલા’ (મુ.), હરિગીતની ચાલની ૪ કડીના ‘અંબિકા-છંદ’ તથા નેમિનાથવિષયક કેટલીક કૃતિઓની રચના કરેલી છે. કવિના કાવ્યોમાં અનુપ્રસાદિ શબ્દાલંકારોનું માધુર્ય છે. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧ (+સં.). સંદર્ભ : નયુકવિઓ. [ર.સો.]