< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કુબેરજી [ ]: કુબેરદાસને નામે મુદ્રિત થયેલા પણ ‘કુબેરજી’ એવી નામછાપ ધરાવતા ૧ પદના કર્તા. આ પદમાં આગળની કડીમાં ‘ગોવિંદજી’ એ નામછાપ પણ મળે છે, તે કઈ રીતે આવી છે તે કહી શકાય તેમ નથી.
કૃતિ : પ્રાકાસુધા:૨. [ચ.શે.]