ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખનુદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખનુદાસ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન. એમણે દમલાજી/દામોદરદાસ હરસાનીજીની પ્રેરણાથી ‘વલ્લભચરિત્રનું ધોળ’ રચ્યું હતું. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭ - મહદ્મણિ શ્રી મોહનભાઈ. [કી.જો.]