ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ-૧ ગંગદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગંગાદાસ-૧/ગંગદાસ [ઈ.૧૫૪૩માં હયાત] : સુરતના નરસંગપુરાના વતની. જ્ઞાતિએ વણિક. પર્વતસુત. ૧૪૩ રોળાબંધી છપ્પામાં લખાયેલી આ કવિની ‘લક્ષ્મીગૌરી-સંવાદ’(ર.ઈ.૧૫૪૩) લક્ષ્મી અને પાર્વતી વચ્ચેના ચાતુરીપૂર્ણ ને વિનોદરસિક સંવાદોમાં રચાયેલી, વચ્ચેવચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની ગૂંથણીવાળી કૃતિ છે. આ ઉપરાંત આ કવિએ ‘મહાપુરાણની વિનતિ’ રચી હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨;  ૨. રાહસૂચી:૧. [ર.સો.]