ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગલાલ શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગલાલ(શાહ) [ઈ.૧૭૨૭માં હયાત] : કડવાગચ્છના જૈન સંવરી. કડવામતના શાહ લાધાજીના શિષ્ય. શાહ પંચાઈણનાં ગુરુભક્તિ ને તપનો મહિમા કરતા તથા એમનું સમગ્ર જીવનચરિત્ર આલેખતા ૭ ઢાળ અને ૭૬ કડીના ‘સાહા પંચાઈણનો નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, શ્રાવણ -; મુ.)ના કર્તા. કૃતિ : કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯.[કી.જો.]