ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિજયની પરંપરામાં માનવજિયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગ્રના ‘સમેતશિખરગિરિ-રાસ’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, અસાડ વદ ૧૦)ના કર્તા.