ગૌતમવિજય-૧ [ ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી. અનુ.) અને ૮ કડીના ‘(લીંબડીમંડન)શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.