ચંદ્રવિજય-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.