ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકલશ મુનિ
Jump to navigation
Jump to search
જ્ઞાનકલશ(મુનિ) [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૨).[કા.શા.]