ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર
જ્ઞાનસાગર : આ નામે ૯ કડીની ‘સ્યાદ્વાદગુણકથનવીર-સ્તવન’, ‘ત્રીસચોવીસીજિન-સ્તવનાવલિ’, ૫૦ ગ્રંથાગ્રની ‘ખંધકકુમાર-સઝાય’, ‘બાહુબલિની સઝાય’ (મુ.), અન્ય સ્તવન, સઝાય, વસંત, ધમાલ, હોળી, હરિયાળી વગેરે પ્રકારની કૃતિઓ તથા ‘પિંડવિશુદ્ધિ બાલાવબોધ’ નોંધાયેલી છે તે કયા જ્ઞાનસાગર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૩ ઢાળની ‘શિયળ વિશે શિખામણની સઝાય’ (મુ.) વિદ્યાસાગરશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલી મળે છે પરંતુ કૃતિમાં ગુરુનામનો નિર્દેશ ન હોઈ તેમનું કર્તુત્વ સંદિગ્ધ ગણાય. ૯ કડીની ‘પાર્શ્વગીત’ ગુણદેવસૂરિશિષ્ય જ્ઞાનસાગરને નામે નોંધાયેલ છે, પરંતુ કૃતિમાં એવો પરિચય મળતો નથી. ‘સમ્યકત્વવિચારગર્ભિત-મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૦) સમય દૃષ્ટિએ ક્ષમાલાભશિષ્ય જ્ઞાનસાગરની કૃતિ હોવાનું જણાય પરંતુ એ વિશે પણ નિશ્ચિતપણે કશું કહેવાય તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧(શ્રા.). સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]