ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ય


જ્ય

જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેની સઝાય’ (મુ.) તથા ‘જ્યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની ‘સમવસરણની સઝાય’ (ર.ઈ.૧૭૯૭; મુ.) અને હિન્દી ભાષામાં ‘શીતળનાથ સ્વામીનું સ્તવન’ (મુ.) મળે છે તે જ્યેષ્ઠમલ્લ-૧ છે કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.) [શ્ર.ત્રિ.]

જ્યેષ્ઠમલ્લ-૧/જેઠા (ઋષિ) [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. ઋષિ રૂપચંદના શિષ્ય. ‘સમકિતસાર પ્રશ્નોત્તરપચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૨૩) તથા ૨૪ કડીની ‘ચિત્ત અને બ્રહ્મદત્તની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.). સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

જ્યોતિરત્ન [ઈ.૧૭૪૯માં હયાત] : જૈન સાધુ. મહિમાપ્રભસૂરિના શિષ્ય. ‘ભાવપ્રભસૂરિનિર્વાણ’ (ર.ઈ.૧૭૪૯)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]

જ્યોતિવિમલ [ઈ.૧૭૩૯માં હયાત] : જૈન સાધુ. ‘સદયવચ્છ-સંબંધ’ (ર.ઈ.૧૭૩૯)ના કર્તા. સંદર્ભ : દેવાનંદ સુવર્ણાંક, સં. ‘કેસરી’, પ્રકાશન વર્ષ નથી - ‘જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ. [કી.જો.]