ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગચંદ્ર-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ૧૭મી સદી પૂર્વાર્ધ] : પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦ - અવ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની ‘ગુરુગુણની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૩.[શ્ર.ત્રિ.]