ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૨
Jump to navigation
Jump to search
જગજીવન-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ - અવ.ઈ.૧૭૭૧] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપસિંહની પરંપરામાં જગરૂપના શિષ્ય. પિતાનું નામ જોઈતા. માતાનું નામ રતના. ઈ.૧૭૪૩માં પાટે આવ્યા. તેમની પાસેથી ૭ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૫૧/સં. ૧૮૦૭, આસો -), ૭ કડીનું ‘મલ્લિ-સ્તવન’ (ર.ઈ.૧૭૫૮), ૧૧ કડીનું ‘ઋષભ-સ્તવન’ (ર.ઈ.૧૭૪૫ કે ૧૭૬૮/સં. ૧૮૦૧ કે ૧૮૨૪, શ્રાવણ-), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૬૮) અને ૮ કડીનું ‘નેમ-સ્તવન’ (ર.ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, આસો -) એ કૃતિઓ મળે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’, ૨. જૈગૂકવિઓ:૩(૧); ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]