ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જનભગત
Jump to navigation
Jump to search
જનભગત [ઈ.૧૮૫૧ સુધીમાં) : ૩૩ કડવાંના ‘અભિમન્યુ-આખ્યાન’-(લે.ઈ.૧૮૫૧)ના કર્તા. કૃતિમાં “વીનવે જનભગત હરિના દાસ રે” એવી પંક્તિ મળે છે જેથી ‘જનભગત’ એ કર્તાનામ છે કે સામાન્ય ઓળખ એ વિશે સંશય રહે છે. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ આ કૃતિને અજ્ઞાતકર્તૃક ગણે છે. સંદર્ભ : ૧ ગુસાપઅહેવાલ:૨૧ - ‘ગુજરાતી સાહિત્યમાં ઉત્તરા-અભિમન્યુની કથા’, શિવલાલ જેસલપુરા; ૨.કદહસૂચિ.[કી.જો.]