ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકીર્તિ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયકીર્તિ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જૈન. અંચલગચ્છના જયકીર્તિસૂરિ(ગચ્છનાયકપદ ઈ.૧૪૧૭માં)ના શિષ્ય. આંતરયમકવાળા દુહાનો ઉપયોગ કરતી, સં. ૧૪૭૩માં પાટણમાં જયકીર્તિસૂરિને ગચ્છનાયકપદ મળ્યું તે પ્રસંગે તેમના ગુણાનુવાદ કરતી ૧૭ કડીની ‘અંચલગચ્છેશ્વર શ્રીજયકીર્તિસૂરિ-ફાગુ’ (મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતણ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘અંચલગચ્છેશ્વરશ્રી જયકીર્તિસૂરિ અને કવિ-ચક્રવર્તી પૂજ્ય શ્રી જયશેખરસૂરિ પર ફાગુકાવ્યો’, સં. કલાપ્રભસાગરજી. (+સં.). [કી.જો.]