ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયદેવ-જેદેવ


જયદેવ/જેદેવ [               ]: જયદેવને નામે સત્યભામાના રુસણાનું ૧૦ કડીનું ૧ પદ (મુ.) મળે છે, જેમાં નામછાપ ‘જેદેવો’ છે, તે ઉપરાંત કવિ જયદેવને નામે પણ પદો નોંધાયેલાં છે. કૃતિ : બૃકાદોહન : ૭.

સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી.
[કૌ.બ્ર.]