ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયભક્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


જયભક્તિ [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]