જયવલ્લભ(વાચક)-૨ [ઈ.૧૫૨૧માં હયાત] : સાર્ધ-પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. માણિક્યસુંદરસૂરિના શિષ્ય. ૫૯/૭૩ કડીના ‘ઇચ્છાપરિણામ-રાસ/બારવ્રત-રાસ/શ્રાવકવ્રતગૃહીધર્મ-રાસ’ (ર.ઈ.૧૫૨૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩ (૧,૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]