ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસકીર્તિ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જસકીર્તિ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. વાચક વિજયશીલના શિષ્ય. આગ્રાવાસી કુંવરપાલ અને સોનપાલ સોઢાએ ઈ.૧૬૧૪માં કાઢેલા સંઘનું વર્ણન કરતા ને એ જ સમયમાં રચાયેલા જણાતા, ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ નોંધપાત્ર, ૪ ખંડ અને ૪૮૩ કડીના ‘સમેતશિખર-રાસ’ના કર્તા. સંદર્ભ : અંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ, ઈ.૧૯૬૮;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ તથા સપ્ટે. ૧૯૪૨ - ‘જસકીર્તિકૃત ‘સમેતશિખરરાસ’કા સાર’, અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા. [ર.સો.]