ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનલબ્ધિ


જિનલબ્ધિ [ઈ.૧૬૯૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. જિનદત્તસૂરિની પરંપરામાં જિનહર્ષસૂરિના શિષ્ય ‘નવકાર-માહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[શ્ર.ત્રિ.]