ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવણદાસ-૨ [ઈ.૧૭૦૦ આસપાસ] : પીર કાયમુદ્દીન બાવાના શિષ્ય. રતનબાઈના પિત્રાઈ ભાઈ.વડોદરા પ્રાંતના કરજણ-ચોરંદા તાલુકાના પાછિયાપુરામાં વસવાટ. જ્ઞાતિએ પાટીદાર. કવિની કૃતિઓમાં અધ્યાત્મ અનુભવ, અભેદજ્ઞાન, જાતિભેદનો તિરસ્કાર, ભક્તિબોધ જેવા વિષયો છે. કવિની ભાષામાં હિંદીનું મિશ્રણ જોવા મળે છે. પોતાને જીવણ મસ્તાન એવી નામછાપથી ઓળખાવતા આ કવિએ ભજનો (૩મુ.)ની રચના કરી છે. કૃતિ : ભક્તિસાગર, પ્ર. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯.[કી.જો.]