ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવણવિજય-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં નિત્યવિજયશિષ્ય જીવવિજયના શિષ્ય. આ કવિએ રચેલી ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, ભાદરવા વદ ૧, ગુરુવાર)માંથી ૫ સ્તવનો અને કલશ મુદ્રિત છે. પહુડી છંદની ૧૨ કડીમાં રચાયેલી અન્ય મુદ્રિત કૃતિ ‘શંખેશ્વરપાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૩, રવિવાર) ઝડઝમકયુક્ત ડિંગળી ભાષાશૈલીની દૃષ્ટિએ લાક્ષણિક છે. ‘આલોચનાઅનુમોદન-સઝાય’ અને ‘વિમલગિરિ-સ્તવન’ આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો:૧ (+સં.); ૨. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.સો.]