ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવા ઋષિ-જીવાજી ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવા(ઋષિ)જીવાજી(ઋષિ) [જ.ઈ.૧૪૯૪ કે ૧૪૯૫/સં.૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ વદ ૧૦, સોમવાર]: લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીના શિષ્ય. સુરતના વતની. દેસલહરા ઓસવાલ ગોત્ર. પિતા તેજલ/તેજપાલ. માતા કપૂરાંબાઈ.ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ.૧૫૨૯માં પૂજ્યપદવી. એમની ગાદી ગુજરાતી લોંકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ.અવસાન અનશનપૂર્વક. ‘કક્કાબત્રીસી/કક્કાબત્રીસી-સઝાય’ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલિઓ’; ૨. જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિ શ્રી મણિલાલજી, સં. ૧૯૯૧;  ૩. મુપુગૂહસૂચિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]